અદ્ભૂત કળાની માલિક છે સ્ત્રી
અદ્ભૂત કળાની માલિક છે સ્ત્રી
સ્ત્રી છે કળાનો ભંડાર,
આંખોમાં સમાવે આંસુ,
સહનશીલતાની છે મુરત,
હોય હૈયે વ્યથા,
તોય હોઠો પર અજબ મુસ્કાન રાખે છે,
ખુશ દેખાવાની એની પાસે છે સુંદર કળા,
ખીલતા પુષ્પ જેવી કોમળ એ તો,
ફૂલની જેમ પિતાના ગુણોને મહેકાવી જાણે,
બે કુળની એ તારનાર છે,
સ્ત્રી પાસે છે ગજબની કળા,
કહેવાતી એ અબળા,
પણ તોયે છે સબળા,
જીવી જાણે ભલે સંજોગો હોય નબળા,
એ નથી અબળા,
હોય હૈયે અપાર દુઃખ,
તોય રાખે મનમોહક સ્મિત,
સ્ત્રી પણ ગજબની કારીગર છે,
પુત્રી બહેન ભાભી માતા પત્ની વહુના દરેક રોલ બખૂબી નિભાવી જાણે,
ખુશીઓને સ્વર્ગમાંથી એ તાણે,
ઘરને સ્વર્ગ બનાવી જાણે,
દરેક ક્ષણને એ ખુશીથી માણે,
સ્ત્રી જાણે કળાનો ભંડાર !
સ્ત્રી જાણે અદ્ભૂત કલાકાર,
દરેકના જીવનને આપે નવો આકાર,
દરેકના સપના કરે સાકાર,
એનામાં છે ગુણોનો ભંડાર.
