STORYMIRROR

BINAL PATEL

Inspirational Others

3  

BINAL PATEL

Inspirational Others

મા

મા

1 min
289

ઉગતા સુરજ સાથે બસ તારો ચહેરો જોઉં હું,

આથમતી સાંજ સાથે તારો જ પ્રેમ ચાહું હું.


તારા પ્રેમનો પાલવ ના છોડવા માંગુ હું,

તારો એ મીઠો ઠપકો રોજ સાંભળવા માંગુ હું.


બે ઘડી બેસી બસ તારા ખોળામાં રમવા માંગુ હું,

સમય સાથે ડગ માંડી આગળ તો બહુ આવ્યા,

હવે લાગ્યો છે થાક મને, બસ તારી બાહોમાં સમાવા માંગુ હું.


જિંદગીમાં કંઈ ના મળ્યાનો અફસોસ હોય કે ના હોય,

તને પામ્યાનો આનંદ હું આજે જતાવા માંગુ.


પ્રભુનો પાડ હું રોજ દિલ ખોલીને માનું,

જિંદગીની સૌથી મોટી ભેટને હું,

જીવનભર મારી સાથે રાખવા માંગુ.


પ્રભુની એ ભેટને હું પણ કંઇક ભેટ આપવા માંગુ,

તારા બધા જ સપનાઓને હું સાકાર કરવા માંગુ.


તારા બધા જ દુઃખોને વરી લઈને,

સુખનું શિખર તારા નામ કરવા માંગુ.


પ્રેમ શું છે એ કદાચ ના સમજી શકું હું પરંતુ,

જે પ્રેમ, સ્નેહ, લાગણી, મમતા ને લાડકોડ,

તું કરે છે ને, એને બસ હું અંતરમાં ઉતારવા માંગુ.


કહેવું તો છે ઘણું બધું છતાં,

એટલું કહું કે બસ તારા જ ખોળે હું,

હર જનમ રમવા માંગુ.


પ્રેમ તો છે ઘણો બધો બસ ક્યારેક બતાવી ના શકું,

એ જ પ્રેમ આજે દિલ ખોલીને લૂંટવા માંગુ.


તારા વગરની દુનિયામાં, હું પળભર પણ ના રહેવા માંગુ,

તને ખુબ જ પ્રેમ કરું છું અને કરતી રહીશ

એ વાત આજે જણાવી દેવા માંગુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational