Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ગામડું

ગામડું

1 min
176


જ્યાં ગાય ભેંસના ધણ રે

છાશના વલોણા ગાજે રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


પ્રકૃતિ સંગ જ્યાં નાતો રે

ઘેર ઘેર ઝાડની વાતો રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


પડોશી સગા વ્હાલા રે

ભાઈ ભાઈના હેત મજાના રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


ઠેરઠેર પંખીના માળા રે

નિતદિન મીઠા ગાણા રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


ખળખળ નદી વહેતી રે

પનિહારી પાણી ભરતી રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


ડુંગળી રોટલાના ખાણાં રે

ઓટલે ઓટલે માણા રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


ભાઈબંધોના ટોળા રે

વડીલોના છે ખજાના રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


જ્યાં ધરા લીલીછમ રે

રસ્તે માટીના ઢગ રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


કોયલ, મોર, પોપટ રે

વાડીમાં હોય આવાસ રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


પાદર બાળટોળી રે

જેની થતી ઘેર ઘેર શોધ રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


દાદા દાદીની વાતો રે

ન્હાવા મોટા કુંડ રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


કુટુંબ મોટા મોટા રે

સૌ લાગણીના ધોધમાં વહેતા રે

એ ગામડું મારું રૂડું ને રંગીલું રે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational