એવું કંઇક
એવું કંઇક
એવું કંઈક જીવનની સાથે જોડી દઈએ
એવું કંઈક મનનું મનમાં રાખી લઈએ,
એવું કંઈક સમજનું સગપણ સાચવી લઈએ
એવું કંઈક મિતનું સ્મિત પાથરી લઈએ,
એવું કંઈક વિચારનું વમળ બોલી દઈએ
એવું કંઈક રિવાજનું નામ લઈ લઈએ,
એવું કંઈક મૌનનું રહસ્ય જાણી લઈએ
એવું કંઈક રંગોની વાત કરી લઈએ,
એવું કંઈક રીતનું જીવન નામ દઈએ.

