Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Romance Inspirational

5.0  

Rohit Prajapati

Romance Inspirational

એવું કેમ છે ?

એવું કેમ છે ?

1 min
410


આત્મીયતા છે પણ હવે કહેવાતું નથી, એવું કેમ છે ?

એકપળ પણ એના વિના રહેવાતું નથી, એવું કેમ છે ?


પ્રેમમાં નિષ્ઠા એને પણ છે ને છે મને પણ અનહદ,

છતાં એકબીજામાં ખોવાઈ જવાતું નથી, એવું કેમ છે ?


અમાપ હાસ્ય ભરી ગમગીની દૂર હડસેલી દેવી છે એનાથી,

છતાં એ ગમગીનીમાંથી એને દૂર કરી શકાતું નથી, એવું કેમ છે ?


અધૂરપની પૂર્ણતા છીએ જ અમે એકમેકના આજીવન,

છતાં આ જીવન એકબીજા સાથે જીવાતું નથી, એવું કેમ છે ?


એક એક શબ્દો ને કહેણમાં કેટલા આસપાસ છીએ,

છતાં વહેણમાં નદીથી દરિયો ઉભરાતો નથી, એવું કેમ છે ?


દૂધમાં સાકર ભળે તેમ ભળી જવું છે એની રુહમાં,

છતાં એ રુહ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયુ, એવું કેમ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance