એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં
સરદાર પટેલ આપણાં દેશનાં
એ તો પ્રધાનમંત્રી ભારતના પહેલા
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં...!
સત્યાગ્રહ ઘણાં જેમણે લડ્યાં
લોકોમાં સરદાર બિરુદ એ પામ્યા
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં...!
લાડબાઈ ઝવેરભાઈના એ સંતાન
એ તો દેશના રે બન્યા સાચા સંતાન
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં...!
હિંમતથી દેશને રે એકતા મોટી આપી
એ લોખંડીપુરુષે આઝાદી મોંઘી મેળવી
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં...!
ગામડે ગામડે તેઓ ભ્રમણ કર્યા.
એને ભારતદેશમાં એકતા કાજે જોડ્યા
એવા હિરલા રે થઈ ગયા ભારતદેશમાં...!
