એનું નામ પ્રેમ
એનું નામ પ્રેમ
તમારે એમાં ભીંજાઈ જવાનું છે,
એ ધોધમાર હોઈ શકે,
ક્યારેક મૂશળધાર પણ વરસે,
તો વળી ક્યારેક શ્રાવણના સરવડા જેવો,
તો ક્યારેક થઈને આવે હેલી,
પણ
તમારે એમાં ભીંજાઈ જવાનું છે,
શક્ય છે,
એ ન પણ વરસે,
ને છતાંય તમે ભીંજાઈ જાવ,
એનું નામ પ્રેમ.