"એના માટેજ હું સર્જાઈ છું."
"એના માટેજ હું સર્જાઈ છું."
એની લાગણીના તાંતણે હું બંધાઈ છું,
એના હૈયે ધડકન બની હું સમાઈ છું.
એની સાથે મળી જઈશ હું પણ તમને,
એની જીવન કિતાબમાં ગઝલ બની હું લખાઈ છું.
આમ તો મારી પોતાની કોઈ ઓળખ નથી,
પણ એના નામ થકી મહેફિલમાં હું ચર્ચાઈ છું.
ફૂલ અને ખુશ્બુ જેવો સંબંધ છે અમારો,
બસ એના હરેક શ્વાસમાં હું વણાઈ છું.
તન મન ધન સર્વે નામ કરી દીધું મે એને,
કેમ કે એના માટેજ તો હું સર્જાઈ છું.
મારા હોંઠો પર સદા એનુજ નામ હોય છે,
અલગ ક્યાં છું એનાથી!એનીજ હું પરછાઇ છે.
એની ગઝલોમાં મારો જ ઉલ્લેખ હોય છે સદા,
બસ એના હોંઠો પર પણ ગીત બની હું ગવાઈ છું.
મારા નામથી જ એ ઓળખાય છે એ જગમાં,
એના ગાલો પર લાલી બની હું છવાઈ છું.

