STORYMIRROR

Kalpesh Vyas

Inspirational Romance

4.3  

Kalpesh Vyas

Inspirational Romance

એકતારો

એકતારો

1 min
1.2K



રમતા જોગીએ આકાશ પાસે

ટમટમાતો 'એક તારો' માંગ્યો

બદલામાં આકાશે પણ તો

જોગીનો 'એકતારો' માંગ્યો


આવી જ રીતે મે તારી પાસે,

હાથ બસ 'એક તારો' માંગ્યો

હાથની બદલીમાં તે પણ તો,

સાથ મારો 'એકધારો' માંગ્યો


ક્યારેક મે પોતે મારો આપ્યો,

ક્યારેક તે પોતે તારો આપ્યો

આપણે એકબીજાને આમ જ

સહારો પણ 'એકધારો' આપ્યો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational