STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

3  

VARSHA PRAJAPATI

Inspirational

એકતા

એકતા

1 min
205

નોખી રહે જો આંગળી મુશ્કેલ બધા ત્યાં કામ છે,

મુઠ્ઠી વળે જો ઐક્યની તો થાય સઘળાં કામ છે,


મતભેદ ઘરમાં હોય પણ મનભેદનો દુષ્કાળ છે,

એ ઘર મટીને સર્વનું બનતું સફળતા ધામ છે,


કપરું હતું એ કામ પણ સાથે મળ્યા સૌ ધૈર્યથી,

પથ્થર તરે પાણી ઉપર, જેના હૃદયમાં રામ છે, 


લડતા રહ્યા પાંડવ સદા, તોડ્યો ના નાતો ધર્મથી,

તેથી જ તો કાયમ જુઓ, પડખે રહ્યા ઘનશ્યામ છે,


દેખાવમાં નાની છતાં સાગરને હંફાવ્યો હતો,

જ્યાં સંપ કેરું બળ હતું, સાગર જુઓ બદનામ છે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational