એકતા
એકતા


જીવનમાં સંબંધોને
પૈસાના ત્રાજવામાં લટકતાં જોયા છે,
તો અમુક લોકોના,
સ્નેહના સંબંધો પણ જોયા છે.
માણસાઈના અભાવ ગુણવાળા,
સ્વાર્થી અને મતલબી લોકો પણ જોયા છે,
મુશ્કેલીમાં સાથ,
આપનારા લોકો પણ જોયા છે.
વિશ્વાસ કરનારા લોકોનો,
રંગ બદલતા પણ જોયા છે.
વિશ્વને બાંધવા માટે,
એકતાની દોરી શોધું છું.
તમને મળે તો જાણ કરજો,
મને તો દોરી એક છેડો પણ નથી મળતો,
જીવનમાં સંબંધોને,
પૈસાના ત્રાજવામાં લટકતાં જોયા છે.