STORYMIRROR

Parag Pandya

Inspirational

4  

Parag Pandya

Inspirational

એકલતા

એકલતા

1 min
6

અરે કંપેનિયન તો બહુ મળી પણ,

ક્યારે એમનું સ્ટેશન આવી જાય

ને ક્યારે ઉતરી જાય, એજ ખબર નથી પડતી,

હવે બહુ એકલું લાગે છે.


નથી બનાવવો ઉંમરને ભૂતકાળનો દાદર,

બનાવવો છે "પૂલ" ભવિષ્ય માટે,

સમજુ સંગાથની છે જરૂર જે મળતો નથી,

હવે બહુ એકલું લાગે છે.


એકલતા ઓઢીને ફરતો વયસ્ક

જ્યારે પામે સંગીને તો ઉઠે મ્હોરી,

એકલતા મજબૂર કરે સંગત શોધવા,

હવે બહુ એકલું લાગે છે.


એકાંતપ્રેમી માણસને વ્યક્તિ મળે,

એની વેવલેન્થવાળી તો આનંદમ્,

સારો સંગાથ શેષ જીવન લયબદ્ધ બનાવે,

હવે બહુ એકલું લાગે છે.


એકલતાનો ડંખ તલાશે ઉઘાડ !

અનુકૂળ સંગત મળી તો એ,

નવા જીવનનો બની જાય ધબકાર,

હવે બહુ એકલું લાગે છે.


એકલતાની પરાકાષ્ટામાં વયસ્ક,

જાણેઅજાણે અજાયબ માહોલને,

માણવા હોય છે તલપાપડ,

હવે બહુ એકલું લાગે છે.


સંગાથ પામવાની ઝંખના,

સંગતના કોલાહલની પરિતૃપ્તતા,

એકાંતપ્રિય માણસ શોધે સંબંધમાં હૂંફ,

હવે બહુ એકલું લાગે છે.


આ સંબંધ વયસ્કની અભિપ્ષાને

ચગડોળે ચડાવી રોમાંચ કરાવે !

ને હવે પ્રસંગોમાં એકલતા એને કોરી ના ખાય,

માટે જ લાગણીઓનું આદાનપ્રદાન કરવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational