એકલા જ રહેવાનું
એકલા જ રહેવાનું
સમયનું આ ચક્ર હમેશા ફરતું જ રહેવાનું
નસીબ ચમકવાની વાટ જોતા જ રહેવાનું.
દુઃખ જ્યારે આવે ત્યારે સુખ નથી રહેવાનું,
સફળતા પામીને હમેશા પડતું જ રહેવાનું.
મુસીબતોને જીવનમાં સહેતા જ રહેવાનુંં,
નિરાશ બનીને આપણે રડતાં જ રહેવાનું.
સ્નેહીજનોનો સાથ ગુમાવતા જ રહેવાનું,
સારો સમયની વાટ સદા જોતા જ રહેવાનું.
જીંદગી આમ પૂરી થશે, જોતા જ રહેવાનું,
"મુરલી" એકલો છું અને એકલા જ રહેવાનું.
