એકાંતમાં તારી યાદ
એકાંતમાં તારી યાદ
દિલમાં કેટલાં દર્દ છૂપાવી રાખ્યાં છે,
તને પામવાના સપનાં સજાવી રાખ્યાં છે.
કહવું ઘણું છે, કોને કહું એ સવાલ છે,
બધાં સવાલનાં જવાબ તે તારામાં સમાવી રાખ્યાં છે.
ભીડમાં પણ એકલતાનો એહસાસ છે,
એકાંતમાં તારી યાદોને આંખોમાં વસાવી રાખ્યાં છે.
કોઈક વાર તને કસીને ગળે લગાવાની તલબ જાગે,
બેચેનીમાં દર્દ હૈયે ને, અશ્ક ઓશીકે ભીંજાવી રાખ્યાં છે.
જૂઠી હસી હસતાં હસતાં આવે નયને આંસુ "સાંજ",
એના વાયદાને કસમોનાં શબ્દ દિલમાં દબાવી રાખ્યાં છે.

