એક વાત સ્ત્રીના અસ્તિત્વની
એક વાત સ્ત્રીના અસ્તિત્વની
દરરોજ એને આ દુનિયા વગર વિચાર્યે કેટકેટલું કહી જાય છે,
એની આંખોથી પણ આંસુ સાગર માફક થોડા વહી જાય છે,
છતાંય આમ હસતાં ચહેરે એ જ છે જે સઘળું સહી જાય છે,
સ્ત્રી હજુ પણ બિચારી બનીને રહી જાય છે,
સપના એના ઘરની દીવાલોમાં કોઈ વસ્તુ માફક સમાઈ જાય છે,
એના જ હૃદયમાં પોતાના પેલા પરિવારનો વિચાર થઈ જાય છે,
સ્ત્રીના સમ્માનની વાતો રોજબરોજ અખબારે કરાઈ જાય છે,
સ્ત્રી હજુ પણ બિચારી બનીને રહી જાય છે,
નવી ફેશનની ચર્ચાઓ ફેસબુક અને ટ્વિટર પર તો થઈ જાય છે,
પરંતુ સાડી પરના અત્યાચાર હજુ બંધ બારણે સંતાઈ જાય છે,
દીકરીથી દાદી સુધીના પાત્રમાં એની જિંદગી વણાઈ જાય છે,
સ્ત્રી હજુ પણ બિચારી બનીને રહી જાય છે.