STORYMIRROR

Prexa Shah

Others

4.6  

Prexa Shah

Others

આંગણે ઊભેલો શિયાળો

આંગણે ઊભેલો શિયાળો

1 min
235


આંગણમાં આવી ઊભો છે આજે કડકડતો શિયાળો,

મન ભરીને વ્હાલ ને પ્રેમથી તેને થોડું તો તમે નિહાળો,

ઘરનાં એ પંખે બનશે ઠંડીમાં થરથરતા પંખીનો માળો,

આંગણમાં આવી ઊભો છે આજે પેલો કડકડતો શિયાળો,


વિહરતા વાયરા‌ પર ઝંખે સૌ કોઈ અહીં હૂંફનો હૂંફાળો,

આવકારી મોસમ ભીતરથી ભગાવો ને અંતરનો ઉનાળો,

સ્ફૂર્તિ ને તાજગીનો દરરોજ બહુ મોટો થાય છે સરવાળો,

આંગણમાં આવી ઊભો છે આજે પેલો કડકડતો શિયાળો,


દૂર દૂર સુધી એક‌ થયાં આજે ધરતીને કેટલાય પેટાળો,

બારસાખે બનાવી તોરણ, વાયરાને આજ અહીં વીંટાળો,

મોહક મોસમના આગમનથી પ્રકૃતિમાં ઉમંગનો ઉછાળો,

આંગણમાં આવી ઊભો છે આજે પેલો કડકડતો શિયાળો.


Rate this content
Log in