સોશિયલ મીડિયાની દુનિયા
સોશિયલ મીડિયાની દુનિયા
માણસના અસ્તિત્વની તો ક્યાં અહીં કિંમત જ થાય છે,
કેમકે લાગણીઓ તો અહીં અંગૂઠાથી વ્યક્ત કરાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે,
આસ્તિકતાને પણ અહીં જબરદસ્તીથી થોપાય છે,
ત્યારે જ તો ભગવાનને પણ અહીં મૂર્તિમાં શોધાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે,
સોશિયલ મીડિયા સાથે કંઈક અલગ સંબંધ જણાય છે,
ત્યારે તો જમવાનું મોં પેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે,
ચહેરાને પણ અહીં એ જાતજાતના ફિલ્ટર લ
ગાવાય છે, કેમકે શબ્દને વ્હાલ તો અહીં ઈમોજીથી વ્યક્ત કરાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે,
માને ફેસબુક પર જન્મદિવસની શુભેચ્છા તો અપાય છે,
પણ મા તો ફેસબુક પર છે જ નહીં એ ક્યાં યાદ રખાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે,
પારકાને પોતાના કરવામાં માણસ માણસથી જ દૂર થાય છે,
કેમકે અહીં જીવવા કરતાં જીતવાને વધુ પ્રાધાન્ય અપાય છે,
સોશિયલ મીડિયાની દુનિયામાં જિંદગી સમેટાઈ જાય છે.