STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એક સંબંધ એવો મળે

એક સંબંધ એવો મળે

1 min
229

એક સંબંધ એવો મળે, જેમ દૂધમાં સાકર ભળે એમ હૈયાથી હૈયું મળે,

એક સંબંધ એવો મળે, જે નસે નસમાં

લોહીની સાથે વહે,


એક સંબંધ એવો મળે,

જે લોહીના સંબંધો કરતા પણ ચડિયાતો મળે,

એક સંબંધ એવો મળે, જ્યાં શબ્દો થોડા ને

લાગણી જાજી મળે,


એક સંબંધ એવો મળે, અમાપ હાસ્ય ભરી

ગમગીની ઉદાસી હતાશા ને પ્રેમ સાથ અને હૂંફના તીર વડે નાશ કરે,


એક સંબંધ એવો મળે, જે બંધન વિના પણ,

પ્રેમનો અહેસાસ કરાવે ભીતર પ્રેમનું ઝરણું બની વહ્યા કરે,


એક સંબંધ એવો મળે,

જે સીધો રહમાં ભળે.

શ્વાસ બની હૃદયે ધડકે

લોહી બની નસ નસમાં વહે.

એક સંબંધ એવો મળે,

જે જઈ સીધો આત્મને સ્પર્શે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance