Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational Thriller

4  

Falguni Rathod

Inspirational Thriller

એક લાશ ઊભી

એક લાશ ઊભી

1 min
364


સતત દોડતી ભાગતી આ જિંદગીમાં,

યંત્ર બની જીવતી એક લાશ ઊભી !


જીવતાં ફૂગેલી કીડા ખરી પડે તેવી,

એને ક્યાં કોઈ લાગણીઓ જડી,

વિયોગની વેદનાની સાથે મૈત્રી ઘણી,

ચાદરની કરચલીઓની જેમ જોડે પડી,

નફ્ફટ બનીને ફરતી એક લાશ ઊભી !


ખીલીઓ ઠોકી ઠોકીને કાણાં પાડીને,

દીવાલોની જેમ દુનિયા આરપાર ખડી‌,

ક્યારેક ભૂતકાળની ધટનાઓ એમાં મળી,

સ્વજનની બાદબાકીઓની રફ્તાર લડી,

ભૂલી પડેલી ખોખલી એક લાશ ઊભી !       


હદપાર થઈ ગયેલા વિયોગને યાદ કરી,

સમણાઓ સ્મશાનવત બનીને શાંત પડી,

નિસ્તેજ સ્મિતનાં ખંજન પર તલવાર નડી,

પાથરીને આશની મહેફિલમાં બદનામી જડી,

ખૂંપી ગયેલી બોજીલ એક લાશ ઊભી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational