એક કોરોના
એક કોરોના
એક કોરોનાની જુઓ કેવી તકદીર છે,
જાણે યમરાજની સ્વંય તસવીર છે.
હાથમાં નાં આપો હો હાથ ને,
નમસ્કાર દૂરથી કરો,
આ અવસ્થા કોરોનાની ગંભીર છે,
પણ બાજી હાથમાં છે.
સાવ ઓચિંતું કોરોનાનું,
આગમન થયું છે દેશમાં,
આજના આ વૈભવી,
જીવનની આ તાસીર છે.
સેનેટાઈઝર સ્પર્શી,
કોરોના ઊડી ગયો જંગમાં,
માસ્કની ઢાલ લઈ,
કોરોના ત્યાં સ્થિર થયો છે.
છે રિવાયત કે રાખુના,
હું બધે, માણસજાતિ,
પણ કોરોના તે માણસાઈની,
જંગ જોઈ નથી.
એક ને નેક બનીને હરાવશે,
તને ઓ કોરોના,
આંધી તૂફાનથી માણસ કદી,
કયારેય હાર્યો નથી.