STORYMIRROR

Hemisha Shah

Drama

3  

Hemisha Shah

Drama

એક ખુલ્લું આકાશ

એક ખુલ્લું આકાશ

1 min
961

એક ખુલ્લું આકાશ,

એક બંધ પિંજરાને જોઈતું હતું,


બંધ ભીતરની લાગણીને ઉર્જાને,

જોઈતી હતી ...એક સપનાઓ ભરી ઉડાન,

એક ખુલ્લો શ્વાસ, 

એક ચમકીલો ઉજાસ,


ઉડવું હતું એક ક્ષિતિજની ઓર,

બાંધી હતી ગાંઠ એક પાલવની કોર,

કેવા શમણાં સજ્યા 'તા 

મન થી જાણે સાતેય 

ઇંદ્રધનુ રંગ રંગ્યા 'તા,


બસ મન હતું જાણે મધદરિયે લહેરોના પૂર,

પણ પાર થાય સાગર એવી આશા ભરપૂર,

એક મનોકામના પંખી સમી જોશવાન 

હતી,


બસ આશા કે ભાગ્યના લેખી મહેરબાન હતી,

કરું હું બુલંદ ખુદ નો વિશ્વાસ,

ને ભરી લઉં હૃદયે આજે ઊંડો શ્વાસ,

બસ મળે મને એક ખુલ્લું આકાશ ...

બસ મળે મને એક ખુલ્લું આકાશ ..


Rate this content
Log in

Similar gujarati poem from Drama