STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એક જાદુઈ છડી

એક જાદુઈ છડી

1 min
259

જીવન પથ પર ચાલતા ચાલતા મને મળી જાદુઈ છડી,

પરિશ્રમ છે એનું નામ. એનું કામ તો પારસમણિ જેવું,

જેને સ્પર્શે એ સોનું બની જાય.


આ હામ ભરે કૂંપળ તો,

ધરતીનો સીનો ફાડી બહાર નીકળી જાય,

બની જાય એ વૃક્ષ મોટું.


પરિશ્રમની જાદુઈ છડી થકી,

કોઈ બન્યા વૈજ્ઞાનિક, કોઈ બન્યા સંશોધક.

આમ પરિશ્રમની જાદુઈ છડીથી ધાર્યું બધું થાય.


આ જાદુઈ છડીથી તો,

આ પ્રારબ્ધની દેવી પણ ખુશ થઈ થાય !

આપે વરદાન એ સફળતાનું,

તો ભાગ્ય પણ તમારા ખુલી જાય.


મને મળી એક જાદુઈ છડી, પરિશ્રમ એનું નામ.

લોહને પણ સોનું બનાવે એ છે એનું કામ,

જો રાખશો આ છડીને સાથે તો વધી જશે તમારા દામ,

જગતમાં ઉંચા થશે તમારા નામ.


કહેવત છે" સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય",

બસ રંગ લાવે આ પરિશ્રમ,

જમીનમાંથી સોનું પકવે આ પરિશ્રમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational