STORYMIRROR

Neeta Chavda

Drama Others

3  

Neeta Chavda

Drama Others

એક જ પોસ્ટ

એક જ પોસ્ટ

1 min
271

આખો દિવસની એક જ પોસ્ટ થાય છે

બાકીનો સમય તારા વિચારમાં જાય છે,


તારા નામ પર જયારે લીલી લાઈટ જોઉં

ને મારું મનડું મલક મલક મલકાય છે,


મેસેજ કરવાની તો તને ઘણી હિંમત કરું છું.

પણ તું શું વિચારીશ તેનાથી હૈયું ગભરાય છે,


તે ફોટો તો નથી મૂક્યો તારો પ્રોફાઈલમાં પણ

રોજ મારી નજરમાં તારું ચિત્ર ઉભરાય છે,


તું સામે ન હો તે સમયે આવેલા વિચારો થકી

તને શણગારવા મારા હાથે કવિતા લખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama