એક દિન ઊડી જવાના
એક દિન ઊડી જવાના
હિંસા ના કરશો કોઈ,
સહુ એક દિન ઊડી જવાના.
સહુ એક દિન ઊડી જવાના મનવા.
હિંસા કરનાર ક્રૂર પાપી,
બાપુએ અહિંસા સ્થાપી.
સહુ એક દિન ઊડી જવાના મનવા.
પશુ પંખી સહુ મૂંગા,
હિંસાથી ના કરશો ગૂંગા.
બચળાં મૂકી મારવાના,
સહુ એક દિન ઊડી જવાના મનવા.
કલરવ પંખીઓની ભાષા,
મુક્ત વિહરવાની આશા.
જીવના માર્યા ઉડવાના,
સહુ એક દિન ઊડી જવાના મનવા.
મેના પોપટ ને મોર ઢેલડ,
સુંદર સારસની બેલડ.
શિકાર કરશો ના કોઈ મનવા,
વિરહમાં ઝૂરી મરવાના,
સહુ એક દિન ઊડી જવાના મનવા.
હિંસા ના કરશો કોઈ,
સહુ એક દિન ઊડી જવાના.
સહુ એક દિન ઊડી જવાના મનવા.
