STORYMIRROR

Pravin Maheta

Inspirational Others

4  

Pravin Maheta

Inspirational Others

એક બનો

એક બનો

1 min
357

જે દિલ દયાશૂન્ય છે ત્યાં દુઃખ કદી ન ઠાલવજો,

જ્યાં સ્વમાન ના જળવાય તે ઘેર જતાં જાળવજો,


હશે ક્યાંક મંથરા જેવા સ્વભાવ વાત ન સાંભળજો,

હોય ભદ્ર લોકો તેમની સાથે સંબંધ નિભાવજો, 


જે હોય અભદ્ર લોકો તેમને કદી ના આવકારજો,

હોય સ્નેહીજન તેને રોજ ભાવથી સંભાળજો,


બની શકે તો ક્યારેક ફોનની ઘંટડી વગાડજો,

રૂબરૂ ન મળી શકો તો ફોનથી સંબંધ જાળવજો,


પડે કામ કોઈને તમારું થાય તો કરી બતાવજો,

બાકી ખોટું બોલી વિશ્વાસુ લોકોને ન રમાડજો,


જેની તેની વાતો સાંભળી બીજાને ન વાગોળજો,

બેઠી મક્ષિકા આપણે ભાણે બીજે ન ઊડાડજો,


મળ્યો મનુજ દેહ તો માનવતા જરા નિભાવજો,

રાગ - દ્વેષ મનમાં ન રાખવો એને તમે સળગાવજો,


સૌ એક બનો નેક બનો સત્ય સનાતન જાળવજો,

કરવું ભજન ઈશ્વરનું રોજ આરાધ્યને આરાધજો,


સુખ શાંતિથી રહેવું સદા બીજાને શાંતિ પમાડજો,

 આર્ય પરિવાર મળી ભારતને સ્વર્ગ બનાવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational