The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

વર્ષા પ્રજાપતિ

Inspirational

3  

વર્ષા પ્રજાપતિ

Inspirational

એક અનોખો સંબંધ

એક અનોખો સંબંધ

1 min
11.7K


એક અનોખા સંબંધની આ વાત છે,

મા-બાપ થકી સંતાનના ઉછેરની આ વાત છે.


સૃષ્ટિ મહીં બાળકના આગમન માટે,

પથ્થર એટલા દેવ પૂજયાની આ વાત છે.


મહેકતો રાખવા એની ઈચ્છાઓના બાગને,

પેટે પાટા બાંધી ઉછેર્યાની આ વાત છે.


'ચિંતા ના કર બેટા, અમે બેઠાં છીએ,'

મા-બાપનાં અટલ વિશ્વાસની વાત છે.


ભલે લોકો અમારા સ્નેહને અતિશયોક્તિ કહે,

પરંતુ લાગણીના સતત અભિષેકની વાત છે.


છોરું કછોરું થાય એ તો સૌ જાણે છે,

માવતર કમાવતર ના થાય એ હેતની વાત છે.


અમે સીંચીશું તારા બાગને નિજ રક્ત રેડી,

પણ તું જ તારો ઉદ્ધારક એ કરમની વાત છે.


Rate this content
Log in