Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Bhavna Bhatt

Inspirational


5.0  

Bhavna Bhatt

Inspirational


એ વતન

એ વતન

1 min 308 1 min 308

મારાથી બનતું કરી, સોંપ્યું છે તમને સુકાન દેશબંધુ,

નાવ છે મધ-દરિયે 'ને સામે છે દુશ્મનોની ફોજ દેશબંધુ.


મરજીવો બની લડ્યો હવે મોત પર મારો અધિકાર છે,

મનસૂબો છે પાક્કો શું બગાડશે આ દુશ્મનો, દેશ સંગ છે.

  

અમારી પેઢીનું હું એક જ સંતાન, મા બાપના આશિષ સાથે છે,

કેટલાંનો લેશે ભોગ થાકી જશે આ દુશ્મનો, ખુમારી લહુમાં છે.


કિનારે બેસીને જોયા કરવાનો અર્થ નથી, વતન માટે કુરબાન થવાનું છે,

સામનો કર્યે જ છૂટકો આ દુશ્મનોનો, હવે વારો આપણો છે.


હામનાં હલેસા ને વતનની મિટ્ટીની કરી પતવાર છે,

હાથમાં એકબીજાનો હાથ જોઈને થોભી જશે એ પડકાર છે.


Rate this content
Log in

More gujarati poem from Bhavna Bhatt

Similar gujarati poem from Inspirational