એ વાત કહેવી છે
એ વાત કહેવી છે
સ્મરણ પિતાનું થતા,
શૈશવ સાંભળી આવે છે,
પડખે ઉભેલા પિતા,
ચિંતા દૂર કરાવે છે,
મિત્રભાવે બેટા મારા,
દિલની વાત કહેવી છે,
નાનાં હતાં તમે જયારે,
ભીનેથી સુકે સુવાડ્યા છે,
તારી મા ને મેં,
રાતના ઉજાગરા વેઠ્યા છે,
માતાની મમતાને,
પિતાના પ્યારની વાત કહેવી છે,
હજી લડાવો લાડ ને માથે ચડાવો,
ના મહેણાં તારી માએ મારેલ છે,
ક્યારેક લડાઈ ઝઘડા લઈ આવતાં,
તો લોકોની ગાળો ખાધેલ છે,
'છોરું કછોરું થાય,
માવતર કમાવતર ના થાય 'એ વાત કહેવી છે,
તમારું ભવિષ્ય સુધારવા,
<p>મેં મોજશોખ છોડ્યા'તા,
ને પેન્શનમાંથી નાણાં ઉપાડી,
તમને ખૂબ ભણાવ્યા'તા,
સારુ કમાતા થાવ તો,
મા-બાપને ભૂલશો નહી એ વાત કહેવી છે,
ઘણી ભૂલો કરી તમે છતાં,
તારી માએ આંખ આડા કાન કર્યા,
ને એનાજ કારણે અમારી વચ્ચે
ઘણા ઝગડા થયેલા છે,
પેટે પાટા બાંધી, રૂપિયા રળી,
તમને પરણાવ્યાની વાત કહેવી છે,
જગતના બહોળાં અનુભવે,
તમારા વિકાસ કાજ સાચો રાહ બતાવ્યો છે,
રાત'દિ જોયા વિના,
વૈતરું કરી આ જીવન પંથ વિતાવ્યો છે,
બેટા, ગમે તેવા સંજોગ આવે તો પણ,
આ બાપને વૃદ્ધાશ્રમમા ના મોકલીશ એ વાત કહેવી છે.