STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એ તો સમય હતો

એ તો સમય હતો

1 min
107

એ તો સમય હતો,

ફૂલ જેમ ખરી ગયો,

એ તો સમય હતો,


દડાની જેમ દડી ગયો,

એ તો સમય હતો,


મોસમની જેમ બદલાઈ ગયો,

એ તો સમય હતો,


રેતની જેમ સરકી ગયો,

એ તો સમય હતો,


પાણીની જેમ હથેળીમાંથી વહી ગયો,

એ તો સમય હતો,


પ્રેમિકાની જેમ રિસાઈ ને ચાલ્યો ગયો,

એ તો સમય હતો,


જેમ ભાથામાંથી તીર છૂટે એમ છૂટી ગયો,

એ તો સમય હતો,


દીવાના તેલની જેમ ખૂટી ગયો,

એ તો સમય હતો,


પરપોટાની જેમ ફૂટી ગયો,

એ તો સમય હતો,


પાગલ પ્રેમી જેવો દગો આપીને ચાલ્યો ગયો,

એ તો સમય હતો,

બરફ બની પીગળી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational