STORYMIRROR

shital Pachchigar

Fantasy Children

3  

shital Pachchigar

Fantasy Children

એ ક્ષણો

એ ક્ષણો

1 min
143

ફરી જીવી શકાય તો, જીવવી છે એ ક્ષણો,

વિસરેલા બાળકની બાળપણની હઠો,


સમજણ વગરનું સમર્પણ ને, ન સમજવાની હઠો, 

કાંટાળા રસ્તાએ રમાતી ભોળપણમાં કરેલી રમતો,


મારતા ન વાગે એવા એ ધૂળના ગોટાઓ,

પ્રેમથી ભીંજવતા, એ પાણીના પરપોટાઓ, 


કેટલુંય અઘરું છે આજે, આ સીમેન્ટના ઘરોને બાંધવું, 

સરળ હતું એ, માટીની ઝૂંપડી માત્ર ગાર-પાણીએ બનાવવાનું,


ભીની માટીમાં રમાતી, એ મજાની રમતો,

મહેનતના મૂલ્યે મળતાં, એ માટીના રમકડાં,


એ મીઠી યાદો સાથે ખોવાયેલી રમતો,

ફરી જીવવી છે એ, બાળપણની ક્ષણો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy