એ કોણ છે ?
એ કોણ છે ?
એ કોણ છે ?
કરે છે મુજ સંગે,
બહેકી બહેકી વાતો !
જોઈ મુજને એ,
ગીત મધૂર લયથી એ ગાતો !
મુજ હદયથી જોડાઈને,
મુજમાં જ એ તો મ્હાતો !
સુખ-દુ:ખમાં ક્યારેય,
મુજને છોડીને ન જાતો !
એ કોણ છે ?
મારી બહુ જ,
પ્રશંસા કર્યા કરતો એ !
મુજ મીઠી વાણી પર,
કેવો મરતો એ !
મુજ કાજે,
સમય એનો સરતો રે !
હોંશ-જોશથી ,
ખુદની જીવનનૈયા તરતો રે !
એ કોણ છે ?
'કેમ છું હું ?' એ,
હંમેશ પુછતો એ !
મારા નયનોના અશ્રુ,
હરદમ લુછતો એ !
મારા ભવિષ્યની,
ચિંતા સતત કરતો એ !
સ્વપ્ન "સ્વપ્નીલ"ના મધુર કરવા,
નભના તારાસમ ખરતો એ !
એ કોણ છે ?
આદિથી અંત સુધીનું વિશ્વ,
એમાં જ તો સમાતું રે !
એ તો છે. મારો પ્રિયવર,
પ્રિયવર...પ્રિયવર !

