STORYMIRROR

Drashti Maniyar

Tragedy

3  

Drashti Maniyar

Tragedy

એ બાળ

એ બાળ

1 min
294

એ બાળ

તું જન્મ લેતા પહેલા વિચારજે,

તારુ રડવું કોઈને ગમશે નહી,


ડાયપરની આદત પાડી લેજે,

લંગોટ બદલવાનો કોઈને વેત નથી,


રમકડાંથી રમવાનું ભૂલી જજે,

પબ્જી રમતા શીખી જજે,


માં શબ્દ બોલતા પહેલા,

એબીસીડીનું ગોખણ કરી લેજે,


સંસ્કાર તો હવે જૂના થયા,

જ્ઞાનનું જ બસ મોલ છે,


માં તો અહીંયા મળી જશે,

પણ મમતા મળવી સ્હેલી નથી,


એ બાળ

તું જન્મ લેતા પહેલા વિચારજે,

દુનિયા હવે સરળ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy