Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drashti Maniyar

Romance

3  

Drashti Maniyar

Romance

બસ એજ સમયે પ્રેમ જરા વધારે થઈ

બસ એજ સમયે પ્રેમ જરા વધારે થઈ

1 min
352


જ્યારે દુનિયા આખી સાથ છોડીને જતી રહી,

પોતાની જાત પર પણ ભરોસો ના રહ્યો

ત્યારે એણે કીધું "હું છું ને"

બસ એ જ સમયે પ્રેમ જરા વધારે થઈ ગયો,


જ્યારે એ મારુ મૌન પણ સમજી ગઈ,

અને મારા વાક્યો મારા બોલ્યા પહેલા જ પુરા કરી નાખ્યા,

બસ એ જ સમયે પ્રેમ જરા વધારે થઈ ગયો,


જ્યારે મે એને કીધું

"ગુલાબી રંગ તારા પર બહું સરસ લાગે છે"

અને એના પછી જ્યારે મળી ત્યારે ગુલાબી પહેરી ને આવી,

બસ એ જ સમયે પ્રેમ જરા વધારે થઈ ગયો,


જ્યારે મારા ચિડાવા પર

નાના બાળકની જેમ ચિડાઈ જતી,

પણ પછી પ્રેમથી હસીને જોતી,

બસ ઈ જ સમયે પ્રેમ જરા વધારે થઈ ગયો,


જ્યારે મારા વઢવા પર

ગુસ્સો વ્યક્ત ન કરીને,

એણે મને વ્હાલ કર્યો,

બસ એ જ સમયે પ્રેમ જરા વધારે થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance