સપના જોતો રહેજે
સપના જોતો રહેજે
એકલો દુ:ખનો ભાગી હોય,
કે ભીડનો સહભાગી,
સપના જોતો રહેજે,
જો બે ડગલા આગળ વધવાનો જોશ રાખે,
તો ચાર ડગલા પાછળ પડવાની સહનશીલતા પણ રાખજે,
પણ સપના જોતો રહેજે,
હારતો હોય તો હારજે,
ને પડતો હોય તો પડજે,
થોડો પોરો ખાઈ લેજે,
ભલે બાળક પગલાંઓથી આગળ વધ,
પણ સપના જોતો રહેજે,
ઊંચાઈથી ઘબરાઈ ન જતો,
દુનિયા તો આખી નીચે જ ખેંચવા બેઠી છે,
પણ કોઈના હારે વેર ન પાળતો,
કારણ જો નીચે પડ્યો તો એજ બધા હસે,
ક્યારેક બીક લાગે
તો યાદ રાખજે,
ઉપરવાળો બેઠો જ છે,
તું બસ સપના જોતો રહેજે,
કારણ સપનામાં મહેલ જોયા વિના
હકીકતમાં પાયો પણ ન નખાય.
