કહી દેજે
કહી દેજે
ચાહું તો છું
ઘણું કહેવા માંગું છું,
કેટલુ સમજવાની ક્ષમતા છે ?
કહી દેજે..
દિલ ખોલીને વાત કરું
કે શબ્દો માપીને ?
કહી દેજે..
આંખમાં આંખ નાંખીને વાત કરું
કે હાથમાં હાથ નાખીને ?
કહી દેજે..
ગરમ ચાની ચુસ્કી લેતા,
કે કોલ્ડ કોફી પીતા ગપશપ કરીશ ?
કહી દેજે..
મિત્રની જેમ જ રહું,
કે પ્રેમની રજુઆત કરુ ?
કહી દેજે..
લાલ ગુલાબ લાવું
કે પીળું ?
કહી દેજે..
રાહ જોઉં,
કે ના જોઉં ?
કહી દેજે..
જો ક્યારેક વાત કરતા કરતા
પ્રેમ થઈ જાય..
તો કહી દેજે..

