દયા ના બતાવે
દયા ના બતાવે
સુખોને કહી દો, વહેલા ન આવે,
દુઃખોને કહી દો, દયા ના બતાવે,
વિશ્વાસે અહીં તો વહાણો તરે છે,
દિશાઓ બતાવે, દયા ના બતાવે,
વિરોધી ભલેને અમારા વધારે,
દુઆ છે, દયા છે, દયા ના બતાવે,
અમારા અહીંતો અમોને પતાવે,
મસાણો બતાવે, દયા ના બતાવે,
નદીઓ, પહાડો, જહાજો, વહાણો,
રસ્તાઓ ઘણા છે, દયા ના બતાવે.