STORYMIRROR

Zalak bhatt

Drama Fantasy Thriller

3  

Zalak bhatt

Drama Fantasy Thriller

દરવાન !

દરવાન !

1 min
254

એ રાજાના રાજમાં, છે પાગલ દરવાન

જે પણ આવે રાજમાં, સૌને આપે માન !


એ પછી ગરીબ હો, કે હોવે ધનવાન

સમજે સૌ કોઈ ખાસને, સૌ છે ઈન્સાન,


આવ્યો એક ફકીરને, મુખમાં હતું હરિ નામ

જે કોઈ નજરે ચઢે, તેને કહે જય-રામ,


મુખમાં રામ હાથે છૂરી, ને કરે કામ તમામ !

છતાં, તેની વાણી પર, લૂંટાઈ રહ્યું છે ગામ ?


દરવાને દેખી દશા, રાજાને કરી જાણ

રાજા પણ સાવધ થયો, આપ છો’ને દરવાન ?


દરવાને દેખાડ્યું દ્રશ્ય, તેને રાજા કરે સલામ !

પકડ્યો પછી ફકીરને, દંડ દીધો સરેઆમ,


એ દરવાનના કાર્યથી, વધી રાજ્યની શાન

છે રાજાના રાજ્ય માં, એ પાગલ દરવાન ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama