દરિયો પણ ગાંડોતૂર થઈ ગયો
દરિયો પણ ગાંડોતૂર થઈ ગયો
તારું મલકાતું મુખડું જોઈ આ સૂરજ પણ મલકાઈ ગયો,
જોને આ ધરતી પર કેવો પ્રકાશ રેલાઈ ગયો !
આ ફૂલોનું મુખડું પણ જોને કેવું થઈ ગયું રાતું,
તારી અદભુત સુરત જોઈને ફૂલોનો ચહેરો પણ શરમાઈ ગયો.
નથી શબ્દો મારી પાસે તારા રૂપની પ્રશંસા માટે,
બેદાગ તારી સુરત જોઈ આ ચાંદ પણ આભે સંતાઈ ગયો.
ફુરસદ ની પળોમાં ઘડી હશે ઈશ્વરે તને શાયદ,
જોને ! તારું આ ચુંબકીય રૂપ જોઈને દરિયો પણ ગાંડોતૂર થઈ ગયો.
કોણ જાણે કેવી અસર છે તારા પગલામાં !
આ આગમન થયું ને આ બાગ પણ હરખાઈ ગયો.
અદભુત રૂપની સાથે આપી તને કુદરતે શબ્દોની ભેટ,
જોને !આ એક એક શબ્દ તારો મહેફિલમાં ચર્ચાઈ ગયો.
તારી હાજરીથી વધી ગઈ રોનક મહેફિલની,
જોને તારો ખૂબસૂરત ચહેરો મહેફિલમાં વખણાઈ ગયો.