દરેક ક્ષણ
દરેક ક્ષણ
તડપતી આંખોએ દરેક ક્ષણે તારી હાજરી માંગી
પકડીને હાથ તારો સાથે જીવવાની પ્રાર્થના માંગી,
આવતાં દુઃખની દરેક લહેરખીથી દૂર તને હું રાખું
બની તારા સુખનો સાગર તારા જીવનને વહેતું રાખું,
હોય જો સાથ તારો તો દરેક પળમાં સુકુનથી જીવું
પકડી રાખી હાથ તારો ઘડપણ સુધી પ્રેમથી જીવું,
કલ્પનાઓની દુનિયામાં એક તું જ સપનું સાચું મારું
જીવી રહું બસ આમ જ હું અહીં અસ્તિત્વ બની તારું,
ઝગડાઓને એ મીઠી મીઠી આપણી જીવનભરની વાતો,
આમ જ વીતતી રહે સફરના અંત સુધીની દરેક રાતો,
પૂર્ણ કોઈ હોતું નથી "પ્રવાહ", એ છે બસ એક વહેમ
મારી અપૂર્ણતા સાથે પણ સ્વીકારી મને, સમજાવ્યો પ્રેમ.