STORYMIRROR

માનસી પટેલ "માહી"

Romance Inspirational

4  

માનસી પટેલ "માહી"

Romance Inspirational

દોસ્તીને નામ

દોસ્તીને નામ

1 min
507

વસંત કેરા વાયરાને કદી પાનખર સ્પર્શે ના,

શ્વાસ છોને છૂટે બસ સાથ તારો છૂટે ના,


નિસ્વાર્થ સબંધ જોડ્યો લાગણીના તાંતણે,

વહેવું પ્રેમપ્રવાહમાં નાવ કદી આ ડૂબે ના,


સોનેરી સવારથી લઈ રઢિયાળી રાત તું મારી,

ચમકતા આ ચાંદલિયાને ગ્રહણ કોઈ નડે ના,


સાંપડે નિરાશા કદીક તો હિંમત થઈ ઉગારે,

જિંદગી જો મુજ આંખથી અશ્રુ કદી સરે ના,


લાડ પ્યાર સ્નેહ સોગાતનો મધમધતો બાગ આ,

કરું પ્રાથના ઈશ્વર તુજને જોજે કદી મુરજાય ના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance