દોસ્ત મળ્યોને
દોસ્ત મળ્યોને


દુઃખનો સૂર્ય દરિયામાં ક્યાંક ડૂબી ગયો,
દોસ્ત મળ્યોને સુખનો સૂર્ય ઊગી ગયો.
આમ તો જતો હતો હું સાવ અંત તરફ,
પણ દોસ્ત મળ્યોને આરંભ તરફ પૂગી ગયો.
મુશ્કેલીઓથી કદાચ તો હું હારી જાત,
પણ દોસ્તનો સાથ મળ્યોને હું ઝૂઝી ગયો.
કદાચ દુનિયા સામે હું બંધ પટારો હોત,
પણ દોસ્ત મળ્યોને ચાવી વિના ખુલી ગયો.
દોસ્ત નામ જ દોષનો અંત હતું 'અર્જુન’
પણ દોસ્ત મળ્યોને એ પણ હું ભૂલી ગયો.