દિવ્યાંગ
દિવ્યાંગ
બનીએ સહારો દિવ્યાંગ માનવનો,
કયારેય ન આવે વારો અપમાનનો,
બનીએ તેમની સહારાની લાઠી,
તેમની ચક્ષુના તેજસ્વી તારા બનીએ,
આપીએ માન-સન્માનને અધિકાર,
છે જે ઉણપ, કરીએ તેનો સ્વીકાર,
ઓળંગવો હોય પથ કે, ભીડમાં હોય,
કરો મદદ તેમને તો વિશિષ્ટ શક્તિ હોય,
ન રહે લાચાર કે ઉદાસ તેઓ જીવનમાં,
તેમની અંતર મનની અનોખી દ્રષ્ટિ હોય.
