દિવ્ય તાજ
દિવ્ય તાજ
ધરાએ સજ્યા સોળ શણગાર આજ
ઉછળે ઉમંગ પિયુ મિલન કાજ
આવ્યા પ્રિયતમ લઈ હેતની હેલી
દિલ પર છે એની લાગણીનું રાજ
બપૈયા તો મીઠી શરણાઈ વગાડે
મોરલાના થનગાટે વાગે છે સાજ
મેઘ ધનુષી રંગોથી ભરી રંગોળી
વરસાદ અને વાદળા લાવ્યા ગાજ
વીજ ના ચમકારે દિવડા પ્રગટ્યા
વરસાદે વધાવ્યા લાવી’દિવ્ય’તાજ
