દિવડી જાદુ ભરી
દિવડી જાદુ ભરી
દેહનાં કોડિયે પુરાયેલી, તું જ તારી આતમ દિવડી
કૃપાબળે ગુરુ મળ્યાં, એણે ઘસી ઘસી અજવાળી.
આનંદ તારો સ્વભાવ, ક્ષણે ક્ષણની કરતી ઉજાણી
ખારા જગમાં સૌની તૃષ્ણા છીપાવે તું મીઠી વીરડી.
કરવાં સૌના કાજ સફળ, તું માનવ દેહે સર્જાણી
તારો ધર્મ સૌની મદદ કરવી, સેવા કાજે નિર્માણી.
ઈચ્છાઓ સૌની પુરી કરવા ઇશ ઇચ્છાએ ચૂંટાણી
ઓળખ તારી એ તાકાતને, ખુશીઓની કર લહાણી.
પરમાર્થે સૌનાં કષ્ટો કાપી નિજ દિવડીમાં ફરી પુરાતી
પ્રગટી આખી 'દીપાવલી' જ્યોતથી જ્યોત જલાતી.
