STORYMIRROR

Varun Ahir

Thriller

4  

Varun Ahir

Thriller

દિવાસ્વપ્ન

દિવાસ્વપ્ન

1 min
444

ગાજ્યો વરસાદ ને વળી અંધારી રાત,

ચિંતા તારી મને ઘેરી વળી ભીડી અજાણી બાથ.


ત્યાં તારા આવવાનો પગરવ પડ્યો મારા કાને,

એક ઊંડો હાશકારો થયો હવે નહીં છૂટે આપણો સાથ.


તે મૂઓ વીજળીનો કડાકો બની તારા ડર નો ફડકો,

ઓગળી ગયો મારા આલિંગનમાં જેમ સૂરજ ને પામતા રાત.


વર્તાણી આસપાસ ગાંડીતુર નદીઓ ને બિહામણા અવાજ,

હતો શાયદ આ કોઈ અનિચ્છિત ઘટનાનો આગાજ.


ધીરે ધીરે ભરાવું પાણીનું અંગે અંગ પલાળી ડરાવવું પાણીનું,

તે ગળાડૂબ પાણી માં મળ્યા હોઠ ને થયા એક, છેલ્લા શ્વાસ.


ઠરી ગયા તન અને વીતી ગઈ તે ભયભીત રાત,

પડ્યો ચૂવો, તૂટ્યું સ્વપ્ન અને બચ્યું ડરનું મારુ જહાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller