STORYMIRROR

bina joshi

Romance

4  

bina joshi

Romance

દિવાની હતી

દિવાની હતી

1 min
263

ઈચ્છા અપેક્ષા કેટલી મનમાની હતી, 

જીવનની એ પળ સુંદર મજાની હતી. 


બે ઘડી તને ટગર ટગર જોયા કરતી, 

આંખોમાં સ્મૃતિઓની નિશાની હતી. 


ફૂલોનું સુંદર ઉપવન ખુલી ઉઠ્યું હતું, 

લહેરાતી પ્રકૃતિ તારા નામની હતી. 


હસતું સરોવર શાંત બની જતું દેખી, 

નિર્મળ જળની કેટલી કુરબાની હતી. 


ખૂશ્બુ પ્રેમની આજેય હવામાં ફરે છે,

તારી કહાની લખતી કોઈ દિવાની હતી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance