STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

દિવાળી આવી

દિવાળી આવી

1 min
185

દૂર કરી જીવનના અંધકારને

હાસ્યના અમૂલ દિપ પ્રગટાવ્યા 

દિવાળી આવી, રોશની લાવી !


દૂર કરી સૌના જીવનના અંધકારને

દીપ પ્રેમના પ્રગટાવ્યા

દિવાળી આવી, રોશની લાવી !


ભૂલી ભેદભાવ આમીર ગરીબના

સમાનતાના ઝરણાં વહાવ્યા

દિવાળી આવી, રોશની લાવી !

  

કરી સાફસફાઈ તનમનની

રાગદ્વેષ મનનાં મીટાવ્યા

દિવાળી આવી રોશની લાવી !


ભૂલી વેરઝેર વર્ષો તણાં

ગીતડાં પ્રેમના ગાયાં ઘણાં

દિવાળી આવી રોશની લાવી !


રંગોળીથી સજાવી સૌના આંગણા

દિપ પ્રકાશ તણાં પ્રગટાવ્યા

દિવાળી આવી રોશની લાવી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational