દિવાળી આવી
દિવાળી આવી
દિવાળી આવી ખુશીઓ લાવી
બાળકો માટે વેકેશન લાવી,
પરિવારની એકતાનો અવસર લાવી
પ્રકાશ ફેલાવવા દીવાઓ લાવી,
દીવડાઓનો ઝગમગાટ લાવી
રંગોળી કરવાં રંગો લાવી,
અલગ અલગ પકવાનો લાવી
સૌના ચહેરા પર ખુશાલી લાવી,
હસ્તકલાની સહેલાણી લાવી !
