દિશા
દિશા
અનુભવે જ માનવીનું ઘડતર થાય છે,
જીવનની શાળામાં જ ભણતર થાય છે,
અનુભવથી મળે છે યોગ્ય દિશા સૌને,
એના થકી જીવનનું પાકું ચણતર થાય છે,
દિશા નક્કી કરવાનો કુદરતે આપ્યો સૌને અધિકાર છે,
યોગ્ય દિશામાં જો કરીએ પ્રયાસો તો ખૂલે નસીબના દ્વાર છે,
ભટકી જાય જો રાહ પરથી, ગુમરાહ બને જીવન એનું નર્ક છે,
યોગ્ય દિશા પર જો ચાલે માનવી તો જીવન એનું સદાબહાર છે.
