દિમાગની મીઠી ખંજવાળ..
દિમાગની મીઠી ખંજવાળ..


નાચું ગાઉં કે લખી નાખું એકાદ કવિતા,
આ બધીજ દિમાગની મીઠી ખંજવાળ છે
નથી કોઈ જ દેખીતો સીધો ફાયદો જ્યાં,
તોય આ અનોખી ખુશીની ટંકશાળ છે
આમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ
ને શબ્દો સંગ ભવની કેવી ઘટમાળ છે.
ભવનમાં પ્રવેશ થયા પછી શું કરશો?
આ શબ્દો તો શૂન્યની મૌન પરસાળ છે.
વિસ્તાર ખાલીપાનો શબ્દોમાં થયા પછી
કેવો સંસ્મરણો નો સ્વાદિષ્ટ રસથાળ છે
ચરણ ભલેને હોય મારા આ ધરતી ઉપર
ને આકાશની પેલે પાર મારો વિસ્તાર છે
મૂળ વાત છે "પરમ" સાથેના ઘરોબાની
તો જ ભાવથી આ "પાગલ" શબ્દવહેવાર છે